શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?

રાજકોટમાં પાખંડી ભૂવા પર લાગ્યો મહિલા પર દુષ્કર્મ આચરવાનો આરોપ.. ધંધામાં ફાયદો કરાવવાના વાયદા આપી વિધિ કરવાના બહાને પાખંડી ભૂવા તુષાર સિંધવે મહિલાને પોતાની હવસનો શિકાર બનાવ્યાનો આરોપ છે.. તુષાર સિંધવ નામના ભુવાએ કારખાનેદાર અને તેની પત્નીને લાલચ આપી વિધિ કરવાના બહાને પોતાની જાળમાં ફસાવ્યા. બાદમાં વિધિમાં પુરુષ ન બેસી શકે તેમ કહીને કારખાનેદારની પત્નીને બેસાડવા માટે રાજી કર્યા.. બાદમાં વિધીના નામે નશીલો પદાર્થ ખવડાવી પાખંડી ભૂવાએ બેભાન કરીને મહિલા પર દુષ્કર્મ આચર્યુ.. એટલુ જ નહીં.. પીડિતા અને તેના પતિ પાસેથી મોટી રકમ પણ પડાવી.. આટલેથી ન અટકતા ભૂવાએ દોઢ વર્ષ સુધી પીડિતાને ત્રાસ પણ આપતો.. હવસખોર ભૂવાના ત્રાસથી કંટાળીને મહિલાએ બે વખત પોતાનું મકાન પણ બદલાવ્યુ.. તેમ છતા પાખંડી ભૂવા તુષાર સિંધવનો ત્રાસ ઓછો ન થતા આખરે પીડિતાએ હિંમત દાખવીને આજીડેમમાં પોલીસ ફરિયાદ નોંધાવી.. ફરિયાદ નોંધાતા જ આરોપી ભૂવો તુષાર સિંધવ ફરાર થઈ ગયો છે.. તો પોલીસે પણ ફરિયાદ નોંધીને ફરાર પાખંડી ભૂવા તુષાર સિંધવની શોધખોળ હાથ ધરી. 

આ તરફ થોડા દિવસો અગાઉ દાહોદ તાલુકાના જાલત ગામમાં માસૂમને અપાયા અંધશ્રદ્ધાના ડામ...ઘટના એમ છે કે મધ્યપ્રદેશના બામન સેમતલિયાના અરવિંદ રાણા પોતાના બે મહિનાના પુત્રને શરદી,ખાંસી અને શ્વાસની તકલીફ દૂર કરવા માટે જાલત ગામના ભુવા જયેશ સોલંકી પાસે લાવ્યા.. જ્યાં ભુવા જયેશ સોલંકીએ માસૂમ પર અમાનવીય અત્યાચાર ગુજારીને ઈલાજના નામે પાળતી સોયથી બાળકના શરીર પર ચાર જગ્યાએ ડામ આપ્યા.. ભુવાની આ જ કરતૂતથી તબિયત લથડતા બાળકને સારવાર માટે ઝાબુઆના દવાખાને દાખલ કરાયો હતો.. જ્યાં ફરજ પરના તબીબે બાળકના શરીર પર ડામના નિશાન જોતા પોલીસને જાણ કરી.. ઝાબુઆ પોલીસે પરિવારનું નિવેદન લીધા બાદ દાહોદના કતવારા પોલીસને જાણ કરી.. 23 એપ્રિલે બનેલી આ ઘટનાના 16 દિવસ બાદ પોલીસે આરોપી ભુવા જયેશ સોલંકી વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.. પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે આરોપી ભુવા જયેશ સોલંકી વિરૂદ્ધ અગાઉ પણ ઝાબુઆ જિલ્લાના બાળકોને ગરમ સળીયાના ડામ આપવા બદલ બે કેસ નોંધાઈ ચૂક્યા છે.. જો કે જામીન પાત્ર કલમો હેઠળ ગુનો નોંધાતો હોવાથી તે દર વખતે જામીન પર બહાર આવી જાય છે.

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Air India AI171 Crash: હવામાં બંધ થયા બંને એન્જિન, મોતનો એ અંતિમ પાયલટ કોલ, ટેકનિકલ ખામી કે માનવીય ભૂલ?

Stone Pelting : RSS વડા મોહન ભાગવત જે ટ્રેનમાં પ્રવાસ કરતા હતા તે શતાબ્દી એક્સપ્રેસ પથ્થરમારો, મચી હડકંપ

ઈરાન સાથે પીસ ડીલ ફાઈનલ, યુરોપમાં આ સપ્તાહમાં થશે હસ્તાક્ષર, મિસાઈલ હુમલાઓ વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત

ઓફિસ સીલ, ફ્લોર ખાલી, ઈમરજન્સી એલર્ટ... આખરે અમેરિકાના રક્ષા વિભાગના પેન્ટાગનમાં કેમ મચી છે અફરાતફરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભુતિયા ડિમોલિશન કોના દબાણથી?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Rajya Sabha Election : રાજ્યસભાના ચારેય ઉમેદવારો બિનહરીફ
Gujarat Rain Forecast : આગામી બે દિવસ ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ? હવામાન વિભાગની આગાહી
Ambalal Patel Prediction : ચોમાસાને લઈ અંબાલાલ પટેલનું મોટું અનુમાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Air India AI171 Crash: હવામાં બંધ થયા બંને એન્જિન, મોતનો એ અંતિમ પાયલટ કોલ, ટેકનિકલ ખામી કે માનવીય ભૂલ?
Air India AI171 Crash: હવામાં બંધ થયા બંને એન્જિન, મોતનો એ અંતિમ પાયલટ કોલ, ટેકનિકલ ખામી કે માનવીય ભૂલ?
Stone Pelting : RSS વડા મોહન ભાગવત જે ટ્રેનમાં પ્રવાસ કરતા હતા તે શતાબ્દી એક્સપ્રેસ પથ્થરમારો, મચી હડકંપ
Stone Pelting : RSS વડા મોહન ભાગવત જે ટ્રેનમાં પ્રવાસ કરતા હતા તે શતાબ્દી એક્સપ્રેસ પથ્થરમારો, મચી હડકંપ
ઓફિસ સીલ, ફ્લોર ખાલી, ઈમરજન્સી એલર્ટ... આખરે અમેરિકાના રક્ષા વિભાગના પેન્ટાગનમાં કેમ મચી છે અફરાતફરી
ઓફિસ સીલ, ફ્લોર ખાલી, ઈમરજન્સી એલર્ટ... આખરે અમેરિકાના રક્ષા વિભાગના પેન્ટાગનમાં કેમ મચી છે અફરાતફરી
Surat: 'ભૂતિયા ડિમૉલિશન' મામલે મોટો ધડાકો, 12 દિવસ બાદ મનપાએ કહ્યું 'કાર્યવાહી સંપૂર્ણરીતે કાયદેસર'

ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ

આજે રાત્રે ઈરાન પર મોટો હુમલો કરશે અમેરિકા? ટ્રમ્પ કહ્યું- તે દિવસ દૂર નથી જ્યારે ખાર્ગ ટાપુ પર કરવામાં આવશે કબજો
આજે રાત્રે ઈરાન પર મોટો હુમલો કરશે અમેરિકા? ટ્રમ્પ કહ્યું- તે દિવસ દૂર નથી જ્યારે ખાર્ગ ટાપુ પર કરવામાં આવશે કબજો
ઈરાન સાથે પીસ ડીલ ફાઈનલ, યુરોપમાં આ સપ્તાહમાં થશે હસ્તાક્ષર, મિસાઈલ હુમલાઓ વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત
ઈરાન સાથે પીસ ડીલ ફાઈનલ, યુરોપમાં આ સપ્તાહમાં થશે હસ્તાક્ષર, મિસાઈલ હુમલાઓ વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત
2027 ODI વર્લ્ડ કપની તારીખ આવી સામે, 4 ઓક્ટોબરથી શરૂ થશે ટુર્નામેન્ટ, આ દિવસે રમાશે ફાઇનલ- રિપોર્ટ

Embed widget