Jagdish Vishwakarma: પ્રદેશ ભાજપ પ્રમુખનો પદભાર સંભાળતા એક્શનમાં જગદીશ વિશ્વકર્મા
પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળતા જગદીશ વિશ્વકર્મા કરશે સાત દિવસનો ગુજરાત પ્રવાસ.. 10 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર વચ્ચે જગદીશ વિશ્વકર્મા ગુજરાત પ્રવાસ કરીને છ જેટલા મહાસંમેલનોમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે
પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળતા જગદીશ વિશ્વકર્મા કરશે સાત દિવસનો ગુજરાત પ્રવાસ.. 10 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર વચ્ચે જગદીશ વિશ્વકર્મા ગુજરાત પ્રવાસ કરીને છ જેટલા મહાસંમેલનોમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે.10 ઓક્ટોબરે જગદીશ વિશ્વકર્મા સવારે અંબાજી માતાજીના મંદિરે દર્શન કરીને પાલનપુરમાં કાર્યકર્તા મહાસંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જે બાદ સિદ્ધપુર, મહેસાણાથી કલોલ સુધીની યાત્રા દરમિયાન અનેક ગામોમાં કાર્યકર્તાઓનું અભિવાદન જીલશે.. ઊંઝામાં ઉમિયા માતાજીના મંદિરે દર્શન કરીને ગાંધીનગરના કલોલમાં દુકાનોમાં જીએસટી રાહતને અનુલક્ષીને સ્ટીકર ચોંટાડવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 11 ઓક્ટોબરે સુરતના તાપી અને 14 ઓક્ટોબરે વડોદરા, 15 ઓક્ટોબરે રાજકોટ શહેર અને જિલ્લામાં જ્યારે 17 ઓક્ટોબરે અમદાવાદમાં યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે..