Kirti Patel: મૃગીકુંડમાં સ્નાન વિવાદને લઈ કીર્તિ પટેલના ઈન્દ્રભારતી બાપુ પર પ્રહાર
મૃગીકુંડમાં સ્નાન વિવાદને લઈ કીર્તિ પટેલે હવે ઈન્દ્રભારતી બાપુ પર પ્રહાર કર્યો છે. કીર્તિ પટેલે સોશલ મીડિયા પર વીડિયો અપલોડ કરી પ્રહાર કર્યા છે.
કીર્તિ પટેલે શિવરાત્રિ પર ભગવા કપડાં પહેરીને નાગા સાધુઓના શાહી સ્નાન દરમ્યાન મૃગીકુંડમાં ડૂબકી લગાવતા સાધુ-સંતોમાં ભારે આક્રોશ છે. હવે બંને પક્ષે આ મુદ્દાને લઇને વાકયુદ્ધ છેડાયું છે. કીર્તિ પટેલે આ મામલે ઈન્દ્રભારતી બાપુ પર પણ વિરોધનો જવાબ આપતા નિશાન સાધ્યું છે. તેમણે ઇન્દ્રભારતી બાપુ પર પ્રહાર કરતા જણાવ્યું કે, "ઈન્દ્રભારતી બાપુના જેટલા શિષ્યો છે એ તમામને VIP એન્ટ્રી અપાય છે. હું ઈન્દ્રભારતી બાપુની શિષ્ય નથી નહિતો મને પણ આંગળી પકડીને સ્નાન કરવા લઈ જાત,ઈન્દ્રભારતી બાપુના પેટમાં બે નંબરનું પાપ ભરાયેલું છે,મૃગીકુંડમાં કેટલીક મહિલાઓ નાઈટ ડ્રેસ પહેરીને સ્નાન કરતી હતી,કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુ ઢોંગી છે.


















