LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?
Gas Cylinder Price Hike: સામાન્ય જનતા પર મોંઘવારીનો નવો બોજો. હવે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો વધારો. નવો ભાવ આજથી જ લાગુ. ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત પહોંચી 950 રૂપિયાની નજીક.
દેશમાં સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. આવશ્યક ચીજવસ્તુઓ દિવસેને દિવસે મોંઘી થઈ રહી છે. દૂધ, પેટ્રોલ, ડીઝલ અને CNG પછી દેશમાં ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સમાચાર એજન્સી PTI એ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ગેસ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો વધારો કર્યો છે, જેનાથી ઘરેલુ સિલિન્ડરનો ભાવ 942 રૂપિયા થઈ ગયો છે.
દિલ્હી-NCRમાં 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG ગેસ સિલિન્ડરનો ભાવ હવે 942 રૂપિયા પર પહોંચી ગયો છે. 5 કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ 339 રૂપિયા છે. વધુમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 3,113 રૂપિયા પર યથાવત છે. છેલ્લા ત્રણ મહિનામાં LPG સિલિન્ડરના ભાવમાં આ બીજો વધારો છે. અગાઉ 7 માર્ચના રોજ 60 રૂપિયાનો વધારો કરાયો હતો. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને વૈશ્વિક ઊર્જા બજારમાં ઉથલપાથલને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણના ભાવમાં વધારો થયો હતો.
કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા સાથે LPG ઘરેલુ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થવાની અટકળો શરૂ થઈ ગઈ હતી. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા ઈરાન યુદ્ધને કારણે પુરવઠામાં વિક્ષેપ પડ્યો હોવા છતાં ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો ન હતો. સરકારે 1 મેના રોજ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો હતો. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 993 અને 5 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં 261નો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 1 જૂનના રોજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 42 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.




















