Kutch News : પશ્ચિમ કચ્છ LCBની મોટી કાર્યવાહી, સસ્તુ સોનાના બહાને છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ
Kutch News : પશ્ચિમ કચ્છ LCBની મોટી કાર્યવાહી, સસ્તુ સોનાના બહાને છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ
પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમબ્રાંચે સસ્તુ સોનું અને ડબલ રૂપિયાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો. આરોપીઓ ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ પર ફેક આઈડી બનાવી લોકો સાથે છેતરપિંડી કરતા હતાં. પશ્ચિમ કચ્છ LCBએ આરોપી ફારૂક હુસૈન સમાને ઝડપી પાડ્યો. આરોપીના કબ્જામાંથી ભારતીય ચલણોના બંડલોમાં માત્ર ઉપર અને નીચે એક- એક સાચી નોટ રાખી વચ્ચે સાઈડ કલર કરેલા કોરા કાગળ અને ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા લખેલી ખોટી નોટો ગોઠવી ભ્રમ ઉભો કરાતો હોવાનું સામે આવ્યું. આવી જ રીતે US ડોલરોના બંડલો પણ પોલીસને મળી આવ્યા. આરોપી વિરૂદ્ધ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી એ ડિવીઝન પોલીસને હવાલે કર્યો.


















