Kutch News: કચ્છમાં ઝડપાયેલા 4 કરોડના દારૂના કેસમાં મોટી કાર્યવાહી
રાજ્યના ઈન્ચાર્જ ડીજીપી ડૉક્ટર કે.એલ.એન રાવની મુલાકાત પહેલા કચ્છના ભુજ તાલુકામાં ચાર કરોડનો દારુ ઝડપાયા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો..સ્થાનિક પોલીસ ઉંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડતા હવે પદ્ધર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી..રેંજ આઈજી ચિરાગ કોરડિયાએ પદ્ધરના પોલીસ ઈન્સ્પેક્ટર એ.જી.પરમાર, ઈન્ચાર્જ પીઆઈ PSI વાય.એસ.ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ડી સ્ટાફના ASI મહેન્દ્રસિંહ જાડેજા, ASI મહિપાલસિંહ નરેન્દ્રસિંહ, બીટ જમાદાર હેડ કોન્સ્ટેબલ નીલેશ પુનમાભાઈ પણ સસ્પેન્ડ કરાયા..જ્યારે અન્ય હેડ કોન્સ્ટેબલોની હેડ ક્વાર્ટરમાં બદલી. લોકલ ક્રાઈમ બ્રાન્ચના PI એ.એમ.મકવાણા અને PSI જાદવને લીવ રીઝર્વમાં મોકલી દેવાયા ગઈકાલે ભુજ તાલુકાના વડવારા સીમમાંથી એસએમસીએ ઝડપેલો રૂપિયા 4 કરોડનો દારૂનો જથ્થો બે ટ્રકમાં ભરીને લઇ અવાયો હતો.





















