Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
Continues below advertisement
મધ્ય પાકિસ્તાન અને દક્ષિણ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને જમ્મુમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગામી સાત દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. આજ 15 જિલ્લા અને ત્રણ સંઘ પ્રદેશના છુટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.. તો કાલે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ,અમરેલી,ભાવનગરની સાથે મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ.. તો દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળોએ પણ હળવોથીમધ્યમ વરસાદ વરસી શકે છે.. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ. ચોમાસા અંગે હવામાન વિભાગે માહિતી આપી કે નૈઋત્યનું ચોમાસું કેરલમથી આગળ વધીને મેંગ્લોર પહોંચ્યું છે.. અને આગામી 15 જૂન આસપાસ ચોમાસાનું ગુજરાતમાં આગમન થઈ શકે છે..
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement