Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

Continues below advertisement

હવામાન વિભાગે રાજ્યમાં 2 જૂનથી 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી. હાલમાં રાજ્ય પર બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ ત્રણ શક્તિશાળી સિસ્ટમ સક્રિય થતાં આજે અને આવતીકાલે ગુજરાત રિજિયન તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું. વરસાદ દરમિયાન  50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. આ ઉપરાંત, અમદાવાદ અને ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન વચ્ચે ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ. બીજી તરફ, આગામી 4 જૂનથી કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ જશે.

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદની આગાહી કરી. આગામી 5 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે પ્રી-મોન્સૂન વરસાદ ખાબકશે, જેની અસર આજથી જ જોવા મળશે. આ ચોમાસુ પૂર્વેના વરસાદની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત, પૂર્વ-દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળશે. આટલું જ નહીં, 7 અને 8 જૂન દરમિયાન પણ રાજ્યમાં મેઘમહેર યથાવત રહેશે અને ત્યારબાદ 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાનો બીજો રાઉન્ડ ધમાકેદાર એન્ટ્રી કરશે. બીજી તરફ, સમગ્ર દેશ માટે રાહતના સમાચાર આપતા તેમણે જણાવ્યું કે, આગામી 72 કલાકમાં કેરળના દરિયાકાંઠે સત્તાવાર રીતે ચોમાસું બેસી જવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola