(Source: Poll of Polls)
Cyclone Shakti Update: વાવાઝોડુ શક્તિને લઇને હવામાન વિભાગની ચેતવણી
વાવાઝોડા શક્તિને લઈને હવામાન વિભાગની મોટી આગાહી કરી છે. વાવાઝોડુ શક્તિ હાલમાં દ્વારકા- નલિયાથી 770 કિમી દૂર છે. 7 ઓક્ટોબરના પ્રચંડ બનેલું વાવાઝોડુ નબળુ પડવાનો અનુમાન છે.ગુજરાત પર વાવાઝોડાનો ખતરો નહીંવત હોવાનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. જો કે વાવાઝોડની અસરથી કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આઠ ઓક્ટોબરના છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના અપાઇ છે.
ચક્રવાતી વાવાઝોડું "શક્તિ" ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં સક્રિય થયું, જે 2025 નું પ્રથમ વાવાઝોડું હતું. 3 ઓક્ટોબરે સક્રિય થયા પછી, 4 ઓક્ટોબરે ચક્રવાતની ગતિ વધી ગઈ, અને ભારતના દરિયાકાંઠાના રાજ્યોમાં હવે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ વાવાઝોડું આજે, રવિવાર, 5 ઓક્ટોબરના રોજ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જો કે, આવતીકાલે, સોમવાર, 6 ઓક્ટોબરના રોજ તે નબળું પડવાની ધારણા છે. જો કે, તેની અસરો 7 ઓક્ટોબર સુધી અનુભવાઈ શકે છે.



















