Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ

Continues below advertisement

છેલ્લા થોડા દિવસથી વરસી રહેલા મુશળધાર વરસાદથી અમરેલી જિલ્લો જળબંબાકાર થયો છે.. જાફરાબાદ અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસી રહેલા ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયા છે.. ખાસ કરીને જાફરાબાદના મિતિટાળા, વઢેરા, કડિયાળી, નાગેશ્રી અને બાબરકોટ સહિતના ગામોમાં વરસી રહેલા ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે.. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પણ પ્રભાવિત થયું છે.. કુદરતના પ્રકોપ વચ્ચે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ અસરગ્રસ્તોની મદદે આવ્યા છે. હીરાભાઈ સોલંકી ખુદ ગોઠણડુબ પાણીમાં ઉતરીને અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યા છે.. તમામ અસરગ્રસ્તો માટે ગામની સ્કૂલમાં સુરક્ષિત રીતે ખસેડીને ભોજન સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી રહી છે.. મીડિયા સાથે વાત કરતા ધારાસભ્ય હીરા સોલંકીએ લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરી.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola