Porbandar Unseasonal rains: પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ
પોરબંદર: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં આજે પણ વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. કુતિયાણા શહેર અને ગ્રામ્ય પંથકમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો છે. વરસાદને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે. આજે બપોરે ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કુતિયાણામાં બપોરે 4 થી 6 વચ્ચે 93 મી.મી વરસાદ નોંધાયો છે. છેલ્લા ત્રણ દિવસથી પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરના બરડા પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. બરડા પંથકના હનુમાનગઢ, બિલેશ્વર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. બરડા પંથકમાં કેરીના પાકને નુકશાન થવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈ હજુ પણ આગાહી કરવામાં આવી છે. 11મે બાદ વરસાદનું જોર ઘટશે.




















