Mansukh Vasava Vs Arjun Chaudhary : મનસુખ વસાવાના આરોપ પર નર્મદા જિલ્લા ભાજપ પ્રભારીનો જવાબ

Continues below advertisement

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં મળેલી હારથી જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર પહોંચ્યો છે.. હારના મનોમંથન માટે રાજપીપળામાં મળેલી બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા સંગઠન પ્રભારી પર જોરદાર શાબ્દિક પ્રહાર કર્યા.. નર્મદા જિલ્લા સંગઠન પ્રભારી અર્જૂન ચૌધરીને કઠપુતળી સમાન ગણાવ્યા.. તો જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવને રાક્ષસીવૃતી વાળા ગણાવ્યા. પ્રમુખ અને મહામંત્રી એસી ઓફિસમાં બેસી રહેતા હોવાનો આરોપ લગાવી મનસુખ વસાવાએ આ લોકોની ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવ્યો. નવા લોકોને તક આપી પણ તેઓ ફેલ થયા હોવાની મનસુખ વસાવાએ પ્રદેશમાં રજૂઆત કરવાની વાત કરી. 

મનસુખ વસાવાએ લગાવેલા ગંભીર આરોપો પર જિલ્લા પ્રભારી અર્જૂન ચૌધરીએ પ્રતિક્રિયા આપતા દુઃખ વ્યક્ત કર્યુ.. અર્જૂન ચૌધરીનું કહેવું છે કે સાંસદ અને ધારાસભ્ય જે બોલ્યા તે ખોટુ છે.. તેમને તો ચૂંટણીના પાંચ દિવસ અગાઉ જ પ્રભારી બનાવ્યા હતા..  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola