Sabarkantha News : રૂપાલ ગામેથી નવજાત બાળકી મળી આવી, નિષ્ઠુર માતા ફરાર
Sabarkantha News : રૂપાલ ગામેથી નવજાત બાળકી મળી આવી, નિષ્ઠુર માતા ફરાર
સાબરકાંઠામાં ખેતરમાંથી નવજાત બાળકી મળી આવતાં ચકચાર મચી ગઈ છે. નિષ્ઠુર માતા બાળકીને ખેતરમાં તરછોડી ફરાર થઈ જતા લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. પોલીસે ટીમો બનાવી નિષ્ઠુર માતાને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગેની વિગતો એવી છે કે, તલોદના રૂપાલ ગામે નવજાત બાળકી મળી આવી છે. તાજી જન્મેલી બાળકીને તરછોડી માતા થઈ ફરાર. રડવાનો અવાજ આવતા સ્થાનિકો ખેતરમાં દોડી આવ્યા હતા. સ્થાનિકોએ પોલીસને કરી જાણ.
જોકે, આ બાળકીને અહીં કોણ તરછોડીને જતું રહ્યું, તેમજ આ બાળકીની માતા કોણ છે, તેને લઈ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. પોલીસ તપાસ બાદ તમામ વિગતો સામે આવશે.



















