Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.. ભારે વરસાદ બાદ ઉનાના ગાંગડા ગામે રૂપેણ નદીનો પાળો તુટતા નવા પ્લોટ અને ઊંટવાળા રોડ વિસ્તાર થયો જળમગ્ન.. નવા પ્લોટ અને ઊંટવાળા રોડ વિસ્તારમાં કમરસમા પાણી ફરી વળ્યા.. સ્થાનિકોના ઘરમાં અડધા અડધા ફુટ સુધીના વરસાદી પાણી ઘર કરી ગયા.. વરસાદી પાણીમાં વચ્ચે 250 જેટલા લોકો ફસાતા સ્થાનિક પ્રશાસને યુદ્ધના ધોરણે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી.. મામલતદાર, પોલીસ, તાલુકા પંચાયત અને SDRFની સંયુક્ત ટીમે વરસાદી પાણીમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને ગાંગડા પ્રાથમિક શાળા અને બાપા સિતારામ આશ્રમમાં ખસેડ્યા.. જ્યાં તમામ લોકો માટે રહેવા, જમવા સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી..
ઉનામાં 24 કલાકમાં વરસેલા ધોધમાર આઠ ઈંચ વરસાદથી ખત્રીવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું.. વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘુસી ગયા.. ગામની ચારેયબાજુ ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો.. શેરીઓમાં પણ કમરસુધીના પાણી ફરી વળતા લોકો ઘરમાં જ કેદ થવા મજબુર બન્યા.. સાથે જ સનખડાથી ખત્રીવાડા જવાનો રસ્તો પણ બંધ થયો.. સ્થાનિકોએ જેસીબીની મદદથી વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરી..
માલણ નદી બેકાંઠે વહેતા ગાંગડા ગામમાં 150થી વધુ ઘરોમાં નદીના પાણી ફરી વળ્યા.. નદીકાંઠે આવેલા પ્લોટ વિસ્તારના અનેક મકાનો પાણીમાં ગરકાવ થયા.. ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરી સહિત જરૂરી માલસામાન પલળી જતા સ્થાનિકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો.. લોકોનું અનાજ પલળી ગયુ.. આખા ઘરમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાતા અસરગ્રસ્ત પરિવારોને લાખો રૂપિયાની નુકસાની થઈ.. ગ્રામજનોએ પણ સત્વરે સર્વે કરીને નુકસાનીનું વળતર આપવાની સ્થાનિક પ્રશાસન સમક્ષ માગ કરી..
આવી જ સ્થિતિ ઉના તાલુકાના સનખડા ગામની થઈ.. રાવલ અને માલણ નદી બે કાંઠ વહેતા સનખડા ગામનો કુંભારવાડા વિસ્તારમાં જળકર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાય.. નદીકાંઠાના 50થી વધુ ઘરોમાં નદી અને વરસાદી પાણી ઘર કરી ગયા.. ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરી, અનાજ અને અન્ય જરૂરી માલસામાન પલળી ગયો.. સ્થાનિકોએ પણ પ્રશાસન પાસે તાત્કાલિક રાહત અને સહાયની માગ કરી..