School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો
નવા શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ રાજ્યભરના વાલીઓને લાગ્યો મોંઘવારીનો વધુ એક માર.. સ્કૂલ વર્ધી એસોસિએશને આજે સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયા અને સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો કર્યો છે.. સ્કૂલ વર્ધી એસોસિએશનની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો કે વાલીઓને હવે એક કિલોમીટર મુજબ સ્કૂલ રિક્ષાનું ભાડુ 750 રૂપિયાને બદલે 850 રૂપિયા ચુકવવુ પડશે. તો સ્કૂલ વાનનું ભાડુ એક કિલોમીટર મુજબ 1200 રૂપિયાને બદલે હવે 1400 રૂપિયા આપવુ પડશે.. આ જ ભાવ વધારાથી વાલીઓને સ્કૂલ યુનિફોર્મની સાથે સાથે સ્કૂલ વાનના ભાડામાં થયેલા ભાવ વધારાથી મોંઘવારીનો માર સહન કરવો પડશે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટનું કહેવુ છે કે છેલ્લો ભાવ વધારો કર્યો ત્યારે CNGનો ભાવ પ્રતિ કિલો 76 રૂપિયા હતો.. જે વધીને અત્યારે 88 રૂપિયા થઈ ગયો છે.. જેથી સ્કૂલ વાનના ભાડામાં વધારો કરવો પડ્યો છે..






















