Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ. સાર્વજનિક હોસ્પિટલનો વર્ગ ચારનો કર્મચારી યોગેશ કલાસવાને પોલીસે દારૂના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો. મોડાસા ટાઉન પોલીસને બાતમી મળી હતી કે આરોપી યોગેશ કલાસવા સાર્વજનિક હોસ્પિટલમાં નોકરીની સાથે દારુ વેચવાનું પણ કામ કરે છે. આ જ બાતમીના આધારે પોલીસે હોસ્પિટલ નજીક વોચ ગોઠવી હતી.. જેમાં હોસ્પિટલ પાસે એક સ્વિફ્ટ કારમાંથી પોલીસે 2.39 લાખની કિંમતનો વિદેશી દારુ, બિયર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે દારુ ભરેલી કાર સહિત આરોપી યોગેશ કલાવસાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી. આરોપી યોગેશ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને કોને દારૂની સપ્લાય કરતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી..





















