Amreli Police: અમરેલી જિલ્લાના સલડી ગામમાં ઉભી પુંછડીયે ભાગ્યો પોલીસકર્મી
Amreli Police: અમરેલી જિલ્લાના સલડી ગામમાં ઉભી પુંછડીયે ભાગ્યો પોલીસકર્મી
અમરેલી જિલ્લાના સલડી ગામમાં ઉભી પુંછડીયે ભાગ્યો પોલીસકર્મી. દિવાળીની રાત્રે સલડી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુઃખમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સ્થાનિક લોકો પોલીસને કડક કાર્યવાહી માટે રજૂઆત કરી રહ્યા હતા.. ત્યારે જ હાજર સિદ્ધરાજસિંહ જાડેજા નામનો પોલીસકર્મી નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો. હાથમાં ડંડો લઈને આવેલ સિદ્ધરાજસિંહ જાડેજા નામનો પોલીસકર્મી નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવતા પોલીસકર્મી ઘટનાસ્થળે જ ભાગી ગયો હતો. પોલીસકર્મીનો આ જ ભાગતો વીડિયોના આધારે અમરેલી એસપીએ પણ પગલા ભર્યા. નશાની હાલતમાં રહેલા પોલીસકર્મી સિદ્ધરાજસિંહ જાડેજાને બેદરકારી સબબ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.



















