Porbandar: ઠંડીનું જોર વધતા શાળાના સમયમાં કરાયો ફેરફાર, જાણો કેટલા મીનિટ મોડો રખાયો સમય?

Continues below advertisement

Porbandar: ઠંડીનું જોર વધતા શાળાના સમયમાં કરાયો ફેરફાર, જાણો કેટલા મીનિટ મોડો રખાયો સમય?

પોરબંદરમાં વિદ્યાર્થી સંગઠને કરેલી રજુઆતને લઈને શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.. પોરબંદર શિક્ષણ વિભાગે વધતી ઠંડીને કારણે વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે.. હવે પોરબંદરની શાળાઓની સવાર પાળી રાબેતાના સમય કરતા 30 મીનિટ મોડી કરવામાં આવી છે.. શિક્ષણ વિભાગે આ અંગે પરિપત્ર પણ બહાર પાડ્યો છે.. શિયાળામાં કોલ્ડ વેવના કારણે શિક્ષણ વિભાગે મહત્વની કાર્યવાહી કરી છે..

પોરબંદરમાં હાલ શિયાળામાં ઠંડીનો પારો ગગડયો છે. ત્યારે પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સવારની શાળાના સમયમાં અડધી કલાક મોડો સમય કરવા અંગેનો પરિપત્ર બહાર પાડ્યો છે. દિવાળી વેકેશન ખુલ્યુ હોય અને તમામ શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે ત્યારે વધુ પડતી ઠંડીના કારણે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે..

 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram