પ્રિયંકા ગાંધી જૂન મહિનાથી ગુજરાતમાં પ્રચારનો પ્રારંભ કરશે, જુઓ વીડિયો
Continues below advertisement
મિશન 2022 માટે પ્રિયંકા ગાંધી જૂન મહિનાથી ગુજરાતમાં પ્રચાર કરશે. જૂન મહિનામાં મધ્ય ગુજરાતમાં પ્રિયંકા ગાંધી મહિલા સંમેલનને સંબોધશે. આણંદ અથવા ખેડામાં સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓનું સંમેલન યોજાશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા મહિલા સમેલન અંગેની તૈયારી શરૂ કરાઇ છે. સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી 20 હજારથી વધુ મહિલાઓનું સંમેલન યોજવાની તૈયારી છે. પ્રિયંકા ગાંધી ગુજરાતના ચાર ઝોનમાં અલગ-અલગ સંમેલનમાં હાજરી આપશે. પહેલું સંમેલન જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહમાં યોજાઈ શકે છે.
Continues below advertisement