Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી
Continues below advertisement
વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે મોટુ અનુમાન.. અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદ વરસી શકે છે.. ચાર અને પાંચ જુલાઈએ અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.. તો વડોદરા, મહીસાગર, લુણાવાડા, છોટા ઉદેપુરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.. કેટલાક સ્થળોએ તો જળબંબાકારની સ્થિતિ સર્જાશે.. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ વરસી શકે છે.. જેને લીધે સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય શકે છે.. મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને પગલે નર્મદા નદીમાં પાણીની ભરપૂર આવક થવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે..
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement