Rain Update: ભારે વરસાદના કારણે રાજ્યમાં 48 રસ્તાઓ બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત

Continues below advertisement

ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. વરસાદને પગલે રાજ્યમાં કુલ 48 માર્ગો બંધ કરવામાં આવ્યા હોવાનું સત્તાવાર માહિતીમાં સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે, નવસારી જિલ્લામાં નેશનલ હાઈવે નંબર-48 વરસાદના કારણે બંધ કરવામાં આવ્યો છે. ઉપરાંત જામનગર જિલ્લામાં પણ એક નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. રાજ્યના ચાર સ્ટેટ હાઈવે પણ ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિને કારણે બંધ કરવામાં આવ્યા છે. જેમાં ખેડા જિલ્લામાં એક અને જૂનાગઢ જિલ્લામાં ત્રણ સ્ટેટ હાઈવેનો સમાવેશ થાય છે. આ માર્ગો પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવ્યો છે. સુરત, જામનગર અને અમરેલી જિલ્લામાં પણ એક-એક માર્ગ બંધ કરવો પડ્યો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોની અવરજવર મુશ્કેલ બની છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola