Gujarat Rain Data: 24 કલાક રાજ્યના 234 તાલુકામાં વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?
લાંબા વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાએ જોરદાર પધરામણી કરી છે, ઉત્તર ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારો પાણી પાણી થયા છે. ભારે વરસાદના કારણે ગુજરાતમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે, જુનાગઢ, દ્વારકા, પોરબંદર, અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 234 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકાના ભાણવડમાં 5 ઇંચ ખાબક્યો છે.
આજે સવારથી શરૂ થયેલા વરસાદમાં સવારે 6 થી 8ની વચ્ચે 82 તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ બે કલાકમાં મોરબીના માળિયા મીયાણામાં વરસાદે કહેર વર્તાવ્યો છે. અહીં બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડતા લોકોને હાલાકી પહોંચી છે. જુઓ તાજા વરસાદી આંકડા...
24 કલાક રાજ્યના 234 તાલુકામાં વરસાદ વરસ્યો
સૌથી વધુ દ્વારકાના ભાણવડમાં 5 ઈંચ વરસાદ
જામનગરના જામજોધપુરમાં 4.49 ઈંચ વરસાદ
વલસાડના ધરમપુરમાં 4.29 ઈંચ વરસાદ
નર્મદાના નાંદોદમાં 4.02 ઈંચ વરસાદ
રાજકોટના કોટડા સંઘાણીમાં 3.98 ઈંચ વરસાદ
વલસાડના પારડીમાં 3.90 ઈંચ વરસાદ


















