Gujarat Rain Forecast: ગુજરાતમાં 5 દિવસ જામશે વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી
ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા આગામી પાંચ દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી.. આજે કચ્છ,સૌરાષ્ટ્રની સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે.. વરસાદની આગાહી વચ્ચે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે..આવતીકાલે કચ્છની સાથે સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.. આ સિવાય મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.. તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા,સુરત, તાપી,ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.. સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને લીધે માછીમારોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.


















