Gujarat Weather Update: શક્તિ વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ
હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં વરસ્યો વરસાદ.. નખત્રાણાની સાથે ઉખેડા, વળવાકાયા, માગવાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા.. નખત્રાણાના વિથોણ, દેવપરમાં પણ ભારે વરસાદ ઝાપટા વરસતા રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા.. તો રાપરમાં પણ કેટલાક સ્થળે વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી..
સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં પણ વરસ્યો વરસાદ.. વેરાવળ અને તાલાલા પંથકમાં વરસ્યો વરસાદ.. તાલાલા શહેર સહિત ચિત્રોડ, ધાવા, માધુપુર, આંકોલવાડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો.. વરસાદ વરસતા કપાસ, મગફળી સહિતના પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.. આ તરફ વેરાવળ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ઝાપટા વરસતા રોડ-રસ્તા વરસાદી પાણીથી તરબોળ થયા.
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનું થયું આગમન.. બપોર બાદ બનાસકાંઠા જિલ્લામાં વરસ્યો વરસાદ.. દિયોદર, કાંકરેજ સહિત ઓગડ પંથકમાં જામ્યો વરસાદી માહોલ.. શિહોરી સહિત આસપાસા આકોલી, થરા, ઉંબરી, રતનપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો..
આ તરફ વાવ થરાદ અને સુઈગામમાં પણ જામ્યો વરસાદી માહોલ.. સુઈગામ પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયુ.. તો થરાદ સહિત સરહદીય વિસ્તારમાં પણ વરસાદ વરસતા રોડ-રસ્તા વરસાદી પાણીથી તરબોળ થયા..
દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શક્તિ વાવાઝોડાની અસર.. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે.. તો સુવાલી દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે.. પવન સાથે સુવાલી દરિયામાં ત્રણ ફુટ ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે.. દરિયામાં ભારે કરંટને લઈને માછીમારોને પણ સ્થાનિક પ્રશાસને સાવચેત રહેવાની અપીલ કરી છે.. તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પણ DW-2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે..


















