Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલી રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાંથી ઝડપાયું જુગારધામ. સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ... અને કચ્છ રેન્જ આઇજી ટીમે સપાટો બોલાવ્યો. સરહદી રેન્જ ટીમે બાતમીને આધારે રાધે કોલ એન્ટરપ્રાઇઝની ઓફિસમાં રેડ કરી. ઓફિસમાં જુગાર રમતા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાન સહિત કુલ ચાર વ્યક્તિઓ ઝડપાયા.. જગદીશભાઈ અઘારા, શૈલેષભાઈ ઉર્ફે કાળુભાઈ સનારીયા, યોગેશભાઈ પટેલ અને જયેશ કાલરિયા રંગેહાથ ઝડપાયા. સ્થળ પરથી 1 લાખ 85 હજાર 300 રૂપિયાની રોકડ, 14 હજારની કિંમતના મોબાઈલ ફોન, સાડા ત્રણ લાખના વાહનો મળી કુલ 5 લાખ 24 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો... તપાસમાં ખૂલ્યું કે જયેશ કાલરિયાએ તાજેતરમાં યોજાયેલી મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી વોર્ડ નં 9માં ઉમેદવારી કરી હતી. તો જગદીશ અઘારાએ આમ આદમી પાર્ટીમાંથી વોર્ડ નં 11માં ઉમેદવારી નોંધાવી હતી. .મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ.


















