Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ
આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. એક બાદ એક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે રાજ્યના છ જિલ્લાની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.. જ્યારે પાંચ જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.. તો આવતીકાલે સૌરાષ્ટ્રના ભાવનગર અને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ,વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું.. તો અમરેલી, ભરૂચ અને નર્મદા જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ અને ગીર સોમનાથ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરની સાથે સંઘ પ્રદેશ દીવમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું. ભારે વરસાદની આગાહી વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.. જેને પગલે તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ યથાવત રાખવાની સાથે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે..