Anandiben Patel : 'લીવ ઈનનું પરિણામ અનાથ આશ્રમમાં જોવા મળે': આનંદીબેન પટેલનું મોટું નિવેદન
ઉત્તરપ્રદેશના જનનાયક ચંદ્રશેખર વિશ્વ વિદ્યાલયના દીક્ષાત સમારોહમાં આનંદીબેન પટેલની વિદ્યાર્થીઓને સલાહ.. યુવાનોને દારુ અને ડ્રગ્સથી દૂર રહેવા આપી સલાહ. યુવાનો દારુ,ડ્રગ્સનો નશો કરે,તેને ગણાવ્યું ચિંતાજનક. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે લીવ ઈન રીલેશનશીપ અંગે વ્યક્ત કરી ચિંતા.. લીવ ઈનના પરિણામો અનાથઆશ્રમમાં મળે છે જોવા. છોકરીઓને લાલચ આપી ફસાવાય છે અને સંતાન પેદા થયા પછી છોડી દેવાય છે તેવી કહી વાત.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે યુવાનોને આપી સલાહ. વિશ્વ વિદ્યાલયના દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રાજ્યપાલ આનંદીબેન પટેલે યુવાનોને દારુ અને ડ્રગ્સના દુષણથી દૂર રહેવાની સલાહ આપી. સાથે જ લીવ ઈન રિલેશનશીપ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે અનાથ આશ્રમમાં જોઈએ તો લીવ ઈનનું પરિણામ જોવા મળે. યુવતીઓને લાલચ આપીને ફસાવવામાં આવી રહી છે.. યુવતીઓ સંતાનને જન્મ આપ્યા બાદ તરછોડી દે છે..