Kutch news: ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે હવે સાધુ-સંતો લડી લેવાના મૂડમાં
ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માગ સાથે કચ્છમાં સાધુ-સંતો બેઠા ધરણા પર.. એકલધામના મહંત દેવનાથ બાપુના અધ્યક્ષસ્થાને ગુજરાતભરમાંથી આવેલા સાધુ સંતોએ ભુજ કલેક્ટર કચેરી પર ધરણા પર બેઠા.. સાધુ-સંતોના આ જ ધરણા પ્રદર્શનમાં બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠનો જોડાયા.. છેલ્લા ઘણા સમયથી દેવનાથ બાપુ ગાયને રાજ્ય માતા તરીક દરજ્જો અપાવવા માટેની લડત ચલાવી રહ્યા છે.. મુખ્યમંત્રી સુધી રજૂઆત પણ કરી ચૂક્યા છે.. છતા ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો ન મળતા આખરે દેવનાથબાપુ અને અન્ય સાધુ સંતોએ ધરણા યોજીને સરકાર સમક્ષ રોષ વ્યક્ત કર્યો.. એબીપી અસ્મિતા સાથે વાત કરતા દેવનાથબાપુએ એવી ચીમકી પણ ઉચ્ચારી કે જ્યાં સુધી રાજ્ય સરકાર ગાયને રાજ્ય માતાનો દરજ્જો નહીં આપે ત્યાં સુધી તેમના આ ધરણા અને અનશન યથાવત રહેશે..


















