Schools Receive Bomb Threat: અમદાવાદ અને વડોદરાની 8થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા મચ્યો હડકંપ
ગુજરાતની આઠથી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદની અને વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઘટનાની જાણ થતા પોલીસની અલગ- અલગ ટીમોએ સ્કૂલમાં ચેકિંગ શરૂ કર્યું હતું. વડોદરા બાદ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસે બોમ્બ સ્કવૉડ, ડૉગ સ્કવૉડની ટીમોને સાથે રાખી સ્કૂલોમાં તપાસ શરૂ કરી હતી.
અમદાવાદની DAV ઈન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુરની એશિયા સ્કૂલ, સેટેલાઈટની એ- વન સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. તે સિવાય વડોદરામાં સમાની ઉર્મી સ્કૂલ, જીવન સાધના, શાનેન સ્કૂલ, નાલંદા સ્કૂલ અને વડોદરાની ડી.આર. અમીન, બ્રાઈટ ડે સ્કૂલને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. ધમકીભર્યા ઈ-મેઈલ મળતા અમદાવાદ,વડોદરાની સ્કૂલોમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. વડોદરાની સ્કૂલે બાળકોને શાળાએ ન મોકલવાની વાલીઓને જાણ કરી હતી. અગાઉ પણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ ચૂકી છે. ઈ-મેઈલમાં ગુજરાત બનશે ખાલિસ્તાનનો ઉલ્લેખ કરાયો હતો. અત્યાર સુધીમાં ક્યાંય પણ પોલીસના ચેકિંગમાં વાંધાજનક વસ્તુ મળી નથી.



















