South Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

Continues below advertisement

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ. સાગબારા,ડેડિયાપાડામાં કમોસમી વરસાદ. ડેડિયાપાડામાં કરા સાથે વરસ્યો વરસાદ. મકાઈ,મગ,અડદ,કેરી સહિતના પાકને નુકસાન. તાપી જિલ્લાના વાલોડમાં વરસ્યું માવઠું. વાલોડ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ. બપોર બાદ ભારે પવન સાથે વરસ્યો વરસાદ. માવઠાના કારણે ઉનાળુ પાક લેતા ખેડૂતો ચિંતિત.

ભર ઉનાળે ડેડીયાપાડા વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે.  નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં કરા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.  ડેડીયાપાડા તાલુકામાં ભર ઉનાળે કરાસાથે વરસાદ વરસાદ વરસતા આ વિસ્તારમાં ઠંડક પ્રસરી છે.  વરસાદ વરસતા મકાઈ, મગ, અડદ, કેરી સહિતના પાકને નુકસાન થવાની શક્યતા છે.  વરસાદ વરસતા ધરતીપુત્ર ચિંતામાં મૂકાયા છે. 

રાજ્યામાં કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આજે રાજ્યના 6 જિલ્લામાં માવઠાની આગાહી કરી હતી આ દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા, ડેડીયાપાડા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola