Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
રાજ્યભરની શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ તો થયો છે.. પરંતુ શૈક્ષણિક વર્ષના પ્રથમ દિવસે જ શિક્ષણ વ્યવસ્થાની મોટી ખામી સામે આવી.. રાજ્યની અનેક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં હજુ સુધી પાઠ્યપુસ્તકો જ પહોંચ્યા નથી.. જેના પરિણામે ધોરણ એકથી 12 સુધીના હજારો વિદ્યાર્થીઓને પુસ્તક વગર જ અભ્યાસ શરૂ કરવાની ફરજ પડી છે.. બજારમાં પણ ધોરણ 1થી 12ના 10 જેટલા પુસ્તકો પહોંચ્યા નથી.. જેમાં ધોરણ બેના ગુજરાતી, ધોરણ ત્રણના પર્યાવરણ,ગણિતનું પુસ્તક ઉપલબ્ધ નથી.. ધોરણ છનું ગણિત ,સામાજિક વિજ્ઞાનનું પુસ્તક પણ બજારમાં ઉપલબ્ધ નથી.. જેથી વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે..
પાઠ્યપુસ્તક વિક્રેતાઓનું કહેવુ છે કે સામાન્ય રીતે એપ્રિલ-મે મહિનામાં મળી જતા પાઠ્યપુસ્તક હજુ સુધી પહોંચ્યા નથી.. કાગળ મોંઘા થઈ ગયા હોવાનો, અભ્યાસક્રમ બદલાવવાનો હોવાના જવાબો પ્રકાશકો આપી રહ્યા છે.. પાઠ્યપુસ્તકની અછત મુદ્દે પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન મનુ પાવરાએ બચાવ કરતા કહ્યું કે ધોરણ એકથી આઠના પાઠ્યપુસ્તકો તાલુકા અને શાળા વિકાસ સંકુલ સુધી પહોંચી ગયા છે.. ધોરણ નવથી 12ની સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં 11 જૂનથી વિનામૂલ્યે પુસ્તકોનું વિતરણ કરવાનું આયોજન છે.. અને 25 જૂન સુધીમાં પાઠ્યપુસ્તકોનું વિતરણ થઈ જશે..






















