Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે લખ્યો મુખ્યમંત્રીને પત્ર
ગીર સોમનાથના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. ટેકાના ભાવે 200 મણ મગફળીની ખરીદી કરવા કરી માગ... ખેડૂતોને ઓપન બજારના વેપારીઓના શોષણથી બચાવવા જરૂરી હોવાથી કરી રજૂઆત...
ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે લખ્યો મુખ્યમંત્રીને પત્ર. ખેડૂત દીઠ ટેકાના ભાવે 200 મણ મગફળી ખરીદવાની ભગવાનભાઈ બારડે મુખ્યમંત્રીને રજૂઆત કરી. સોશલ મીડિયામાં ખેડૂત દીઠ ફક્ત 70 મણ ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે તેવી ખોટી અફવા ફેલાતા ખેડૂતોમા ચિંતા ફેલાય છે. ત્યારે ધારાસભ્ય ભગવાનભાઈ બારડે પોતાના મત વિસ્તારમાં પ્રવાસ કરીને ખેડૂતોની રજૂઆતો સાંભળી હતી. ખેડૂતોની રજૂઆત સાંભળ્યા બાદ ભગવાનભાઈ બારડે મુખ્યમંત્રીને પત્ર લખીને આવી અફવાઓને તાત્કાલિક બંધ કરી ખેડૂતોને ઓપન બજારના વેપારીઓના શોષણથી બચાવવા જરૂરી હોવાની રજૂઆત કરી. એટલુ જ નહીં.. દરેક તાલુકામાં ઓછામાં ઓછા બેથી ત્રણ મગફળી ખરીદ કેન્દ્રો ફાળવવામાં આવે તેવી પણ માગ કરી.


















