Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના આદિવાસી સમાજનું બન્યું પ્રથમ બંધારણ

બનાસકાંઠા જિલ્લાના આદિવાસી સમાજે સામાજિક સુધારા તરફ એક મોટું અને મક્કમ ડગલું ભર્યું છે. અમીરગઢ તાલુકાના વિરમપુર અને કાનપુરા વિસ્તારના ગ્રામજનોએ એકઠાં મળીને સમાજનું પ્રથમ બંધારણ તૈયાર કર્યું, જેમાં લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ અને ઘોંઘાટ પર લગામ લગાવવાનો નિર્ણય લેવાયો.અમીરગઢના વિરમપુર અને કાનપુરા વિસ્તારના ગામડાઓમાં હવેથી લગ્ન કે અન્ય કોઈ પણ પ્રસંગે ડીજે વગાડવા પર સજ્જડ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો કોઈ પરિવાર આ નિયમનો ભંગ કરશે અને લગ્નમાં ડીજે વગાડશે, તો તેને 51,000નો દંડ ફટકારવામાં આવશે. દંડની સાથે સાથે, નિયમ તોડનાર પરિવાર સાથે ગ્રામજનો કોઈપણ પ્રકારનો સામાજિક વ્યવહાર રાખશે નહીં તેવી પણ કડક જોગવાઈ કરવામાં આવી છે..આદિવાસી સમાજના આગેવાનોના મતે, લગ્ન પ્રસંગોમાં ડીજે પાછળ થતા બિનજરૂરી ખર્ચને રોકવા અને સમાજની આર્થિક સ્થિતિ સુધારવા આ નિર્ણય લેવાયો છે.અન્ય સમાજોની જેમ આદિવાસી સમાજે પણ પોતાના આગવા 'બંધારણ' થકી પરંપરાગત વાદ્યો અને રીત-રિવાજોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે.આ મહત્વનો નિર્ણય આદિવાસી સમાજના તમામ આગેવાનો અને વડીલોની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં સર્વાનુમતે લેવામાં આવ્યો...

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola