Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ દક્ષિણ સૌરાષ્ટ્રમાં હજુ આગામી બે દિવસ ભારે વરસાદની શક્યતા છે.
આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે , દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે આ અનુમાન છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું. અંબાલાલ પટેલના અનુમાન મુજબ સાત જુલાઈ સુધી દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.. સાથે જ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યુ.. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટા વરસવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે.. આઠ જુલાઈ બાદ વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે.. જે સિસ્ટમને લીધે કચ્છ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.. આઠ જુલાઈ બાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદથી નદીઓમાં પુરની સ્થિતિ સર્જાશે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે..