UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!
UPIના મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDRના નિયમોમા ફેરફારને લઈને ગુજરાત સહિત દેશભરના વેપારીઓએ આજે નો UPI ડેની કરી ઉજવણી. બે હજારથી વધુની પસંદગીના મર્ચન્ટ પેમેન્ટ પર 0.4 ટકા અને કેપિટલ માર્કેટ મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર સહિતના ટ્રાન્ઝેક્શન પર 0.02 ટકાનો MDR નક્કી કરવામાં આવ્યો છે.. જેના વિરોધમાં વેપારીઓ એસોસિએશને આજે વિરોધ વ્યક્ત કર્યો. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જૂનાગઢ શહેરના મોટા શહેરોના વેપારીઓએ MDR ચાર્જમાંથી મુક્તિની માગ સાથે નો UPI ડે યોજ્યો. રાજ્યના આશરે 600 ટ્રેડર્સ યુનિયનોએ આજે UPI ટ્રાન્જેક્શન નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો. વેપારીએ પોતાના QR કોડ મશીન અને બોર્ડ પર કાળુ કપડુ ઢાકી દીધુ.. એટલુ જ નહીં.. દુકાનો પર સોરી ફોર ટુડે નો UPIના પોસ્ટર પર લગાવ્યા. વિરોધ કરતા વેપારીઓએ વ્યથા ઠાલવી કે UPI ટ્રાન્જેક્શનમાં બે હજારથી વધુના ટ્રાન્જેક્શનમાં ચાર્જ લગાવવાથી નુકસાન થશે. વેપારીઓએ તો એવો પણ દાવો કર્યો કે ચાર્જિસ દૂર કરવામાં નહીં આવે તો અંતે ગ્રાહકો પર જ વધારાનો બોજ આવી શકે છે.. ત્યારે 15 ઓક્ટોબરથી અમલી થતા આ નવા નિયમ પહેલા સરકાર વેપારીઓના હિતમાં નિર્ણય કરે તેવી વેપારીઓની માગ છે.



















