Kutch News: કચ્છમાં કન્ટેનરોમાં લૂંટ અને ચોરીની ઘટનામાં વધારો થતા ટ્રાંસપોર્ટરો મુશ્કેલીમાં મુકાયા
કચ્છ જિલ્લાના હાઈ વે પર દોડતા કન્ટેનરોમાં લૂંટ અને ચોરીની ઘટનામાં વધારો થતા ટ્રાંસપોર્ટરો મુશ્કેલીમાં મુકાયા.કચ્છના કંડલા અને મુંદ્રા પોર્ટ પરથી હજારોની સંખ્યામાં કન્ટેનરો દેશ-વિદેશ જાય છે.ચાલુ કન્ટેનરનું સીલ તોડી મોંઘા માલ સામાનની ચોરી કરવાની ઘટનામાં વધારો થયો.એક અંદાજ અનુસાર દરરોજ આઠથી દસ હજાર કન્ટેનર મુંદ્રા અને કંડલા પોર્ટ પર લોડ થાય છે.કચ્છના હાઈ-વે પર 24 કલાક કન્ટેનરો દોડતા હોય છે, પરંતુ લાંબા સમયથી ટોળકી સક્રિય થઈ છે જેઓ આવા કન્ટેનરને નિશાન બનાવે છે. કન્ટેનરના સીલ તોડી તેમાંથી કિંમતી માલ સામાનની ચોરી કરવામાં આવે છે. જેના કારણે ટાંસપોર્ટર્સને મોટું નુકસાન થઈ રહ્યું છે. આવા કન્ટેનરો વિદેશ પહોંચી ગયા બાદ જાણ થાય છે કે, કન્ટેનરમાંથી માલની ચોરી થઈ ચૂકી છે. ત્યારે ટ્રાંસપોર્ટ્સ અને કન્ટેનર એસોસિએશનની માગ છે કે, કન્ટેનરમાં થતી ચોરી રોકવા માટે પોલીસ પેટ્રોલિંગ વધારે અથવા તો ગેરકાયદે ચાલતી હોટલ બંધ કરવામાં આવે..