Kutch Hit and Run: કચ્છમાં ગાંધીધામમાં નબીરા કારચાલકે અડફેટે લેતા બે લોકોના મોત
બેફામ રીતે રોડ પર કાર ચલાવતા ડ્રાઇવરે ગાંધીધામ નજીક 2 લોકોનો ભોગ લીધો છે. ઘટના બાદ લોકોએ ડ્રાઇવરને મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. રાત્રિના સમયે કારચાલક નબીરો ઓવરસ્પીડમાં આવતા હોવાથી ચાર લોકોને અ઼ડફેટે લીધા હતા જેમાં 2 લોકોને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય 2 લોકોને ઇજા પહોંચી હતી. ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ ડ્રાઇવરને મેથીપાક ચખાડયો હતો અને નબીરાને પકડીને પોલીસના હવાલે કર્યો હતો તો અકસ્માત બાદ કારમાં સવાર ત્રણ લોકો ભાગી ગયા હતા. નબીરા કારચાલકને લોકો માર મારતા હોય તે ઘટના મોબાઇલ કેમેરામાં રેકોર્ડ કરાઇ હતી. જેનો વીડિયો વાયરલ થયો છે. નબીરો દારૂના નશામાં હતો કે નહીં તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે.



















