Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
ગૂજરાત વિદ્યાપીઠમાં આજે સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે શિક્ષણ વ્યવસ્થા અને આંગણવાડી પર ગંભીર ટિપ્પણી કરી. આનંદીબેને ડિગ્રી વિશે ટિપ્પણી કરતાં કહ્યું કે યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો છે. યુપીમાં તો અમે ચાર વર્ષથી ડીજી લોકરમાં ડિગ્રી આપીએ છીએ, જેથી ભ્રષ્ટાચાર ન થાય. આ ઉપરાંત યુનિવર્સિટીને અપાતી કરોડોની ગ્રાન્ટ મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા. આનંદીબેન કહ્યું કે આંગણવાડી પાસે પોતાના મકાનો નથી અને યુનિવર્સિટીને કરોડોની ગ્રાંટ અપાય છે. કરોડોની ગ્રાંટ જાય છે ક્યાં તે પણ જુઓ તેવી ટકોર કરી હતી. આંગણવાડી બહેનોનું કામ સંસ્કાર આપવાનું છે. પરંતું આંગણવાડી બહેનોને બીજી કામગીરીમાં મોકલી દેવાય છે તે અત્યંત દુઃખદ હોવાનું કહ્યું.



















