Vadgam News : વડગામ તા. પં.ના પ્રમુખની ચૂંટણીમાં બબાલ, ભાજપે કોંગ્રેસના ઉમેદવારને ઉઠાવ્યાનો આરોપ
Vadgam News : વડગામ તા. પં.ના પ્રમુખની ચૂંટણીમાં બબાલ, ભાજપે કોંગ્રેસના ઉમેદવારને ઉઠાવ્યાનો આરોપ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પ્રથમ તબક્કામાં 133 તાલુકા પંચાયતના પ્રમુખોની જાહેરાત થયા પછી, આજે 25 મેના રોજ બાકી રહેલી 127 તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોકે આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બનાસકાંઠાના વડગામમાં ભારે હોબાળો મચી ગયો હતો. જાણીએ શું છે મામલો..
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ આજે 25 મેના રોજ 127 તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વડગામ તાલુકા પંચાયતમાં જ્યારે પ્રમુખ પદની વરણી પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન જ કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે ભારે બબાલ થઇ હતી. બંને પક્ષના સભ્યો સામાસામે આવી ગયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.




















