Bhaurch News: ભરૂચના કાંકરીયામાં ધર્માંતરણના ષડયંત્રના કેસમાં હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
ભરૂચના કાંકરીયા ગામે ધર્માંતરણના ષડયંત્રના કેસમાં હાઈકોર્ટનો 54 પેજનો વિસ્તૃત ઓર્ડર.. તપાસ અને ટ્રાયલ સામે સ્ટેની માગ હાઈકોર્ટે ફગાવી.. તમામ આરોપીઓની ક્વોશિંગ પિટિશન ફગાવતા હાઈકોર્ટે અવલોકન કર્યુ કે આ માત્ર ધર્માંતરણનો નહીં પણ લાર્જર કોન્સ્પીરન્સીનો જ ભાગ છે.. તપાસ એજન્સીએ ષડયંત્રના મુળ સુધી પહોંચવુ જોઈએ.. ભાગેડુ આરોપી અને અરજદાર અબ્દુલ આદમ પટેલ ઉર્ફે ફેફડાવાલા હાજીની ભૂમિકાને લઈને કોર્ટે ટીકા કરતા કહ્યું કે ભાગેડુ આરોપી FIR પહેલા વિદેશથી 25 વખત ભારત આવ્યો.. પણ FIR બાદ એકપણ વખત ભારત આવ્યો નથી.. આ માત્ર એક વ્યક્તિના ધર્માંતરણનો નહીં પણ રાષ્ટ્રીય કક્ષાના એક મોટા અને ખતરનાક ષડયંત્રનો એક ભાગ હોવાનું કોર્ટનું અવલોકન છે.. સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદે સુપ્રીમ કોર્ટ આ કેસનું સંજ્ઞાન લે તેવી માગ કરી.. સાથે જ પ્રલોભન આપી ધર્મ પરિવર્તન કરાવાતા ધાર્મિક સ્વાતંત્રતાનું ઉલ્લંઘન થયું હોવાનો વિશ્વ હિન્દુ પરિષદે આરોપ લગાવ્યો.. તો મુક્તાનંદ સ્વામીએ પ્રતિક્રિયા આપી કે હિન્દુ ધર્મ વિરૂદ્ધ ઈસાઈ ધર્માંતરણ બાદ હવે ઈસ્લામ ધર્માંતરણ શરૂ થયું છે.. આ આધ્યાત્મિક ઉન્નતી માટે નહીં, પરંતુ ઈસ્લામીકરણ માટે કરવામાં આવેલ ષડયંત્ર છે..




















