Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર

Continues below advertisement

સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર.. ધ્રાંગધ્રા, દસાડા, લખતર, વઢવાણમાં વરસ્યો ધોધમાર વરસાદ. તો મુળી, ચોટીલા, સાયલા, ચુડા, લીંબડી અને થાન તાલુકો પણ થયો પાણી પાણી. ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર શહેરની નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ સર્જાય.. રાજ હોટલ પાસે આવેલ અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થયો.. સાવચેતીન ભાગરૂપે અંડરબ્રિજની બંન્ને બાજુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો.. સ્થાનિક પ્રશાસને પણ લોકોને અનિવાર્ય સંજોગો સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી.

ભારે વરસાદથી ચુડાનું ગોરખવાળામાં પૂરની સ્થિતિ સર્જાય.. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગોરખવાળા ગામ આખુ જળબંબાકાર થઈને સંપર્ક વિહોણું બન્યું.. ચુડા ડેમ, ચાચકા ડેમ, રામદેવગઢ, ઉંજાવદર, ગોરખવાળા અને વાસળ ડેમ સહિતના તમામ ડેમ છલોછલ થયા.. ગોરખવાળા ડેમમાંથી નદીમાં પાણી છોડાતા ચુડા-લીંબડી માર્ગ પર પુલ પર નદીના પાણી ફરી વળ્યા.. પુલ પાણીમાં ગરકાવ થતા ચુડાથી લીંબડી જવાના માર્ગ પરનો વાહન વ્યવહાર ઠપ્પ થતા ગોરખવાળા ગામ સંપર્ક વિહોણું બન્યું.. ગામના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને નદીના પાણી ફરી વળતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.. 

ભારે વરસાદથી લીંબડી શહેર થયું જળબંબકાર.. લીંબડી શહેરના મુખ્ય ગેટથી બસ સ્ટેન્ડ સુધીના વિસ્તારમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું.. તો વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને જીવના જોખમે રસ્તો પાર કરતા જોવા મળ્યા.. તો શહેરના અન્ય વિસ્તારના મુખ્ય માર્ગો પણ વરસાદી પાણીમાં ગરકાવ થયા.. મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો.. સુરેન્દ્રનગર અને લીંબડીને જોડતા સ્ટેટ હાઈવે પર પણ વરસાદી પાણી ભરાત નાના વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવીને પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.. તળપદા કોળી પટેલ સોસાયટીમાં તો જળકર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાય છે.. સોસાયટી આખી પાણીમાં ગરકાવ થતા 50 જેટલા ઘરોમાં રહેતા લોકો ઘરમાં જ કેદ થવા મજબુર બન્યા છે.. તો પાણી પુરવઠા બોર્ડની ઓફિસને પણ વરસાદી પાણીને બાનમાં લીધી.. તો ગણેશપાર્ક, પારસનગર, ગાયત્રી સોસાયટી, સિદ્ધનાથ સોસાયટી,જનકપુરી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા.. લીંબડીને અડીને આવેલ સમલા ગામ પણ બેટમાં ફેરવાયું છે.. સમલા ગામના પ્રવેશ દ્વારથી લઈને સમગ્ર ગામમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયુ.. ગામના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા.. જેથી ગામના 40થી 50 મકાનોમાં વરસાદી પાણી ઘુસતા ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola