Ambalal Patel Forecast on Uttarayan : ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન? અંબાલાલ પટેલની મોટી આગાહી
પતંગરસિયાઓ માટે મોટા સમાચાર છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તરાયણમાં પવનની દિશા અને ગતિને લઈ આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ સમગ્ર ગુજરાતમાં સારો પવન રહેશે, પતંગરસિકો ઉત્તરાયણની મજા માણી શકશે. ઉત્તરાયણમાં પતંગબાજી માટે સાનુકૂળ હવામાન રહેશે. સવારના સમયે (સવારે 7 થી 11 વાગ્યા સુધી)પવનની ગતિ 7થી 9 કિમી પ્રતિ કલાક રહેશે. જે પતંગ ઉડાવવા માટે ખૂબ જ સારો પવન રહેશે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, અમદાવાદ અને મહેસાણામાં 7 થી 9 કિમી પવનની ઝડપ રહેશે. મહુવા, ભાવનગર અને પોરબંદર પવનની ગતિ વધુ સારી રહેશે. આ સિવાય સુરત, રાધનપુર અને જામનગર આશરે 9 કિમી પવનની ઝડપ રહેશે. વિરમગામમાં 10 કિમી આસપાસ રહેવાની તેમણે આગાહી વ્યક્ત કરી છે.

















