Gujarat Rain Alert: રાજ્યના કયા કયા વિસ્તારોમાં અપાયું વરસાદનું એલર્ટ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે છેલ્લા ચાર દિવસથી જગતનો તાત માવઠાનો માર સહન કરી રહ્યો છે. ત્યારે રાજ્યના ખેડૂતો માટે આવ્યા છે રાહતના સમાચાર. આજે હવામાન વિભાગની દિવસ દરમિયાનની આગાહીની વાત કરીએ તો એક પણ જિલ્લામાં રેડ એલર્ટ નથી. એટલે કે અતિભારે વરસાદનું ક્યાંય અનુમાન વ્યકત કરાયું નથી. માત્ર આજના દિવસે 13 જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. હવામાન વિભાગે આપેલા યલો એલર્ટ વાળા જિલ્લાની વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, દ્વારકાનો સમાવેશ થાય છે.. આ ઉપરાંત પોરબંદર,જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે... એકંદરે આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે. દરિયાકાંઠાના વિસ્તારો સિવાય આજે વરસાદની નહીંવત શક્યતા હોવાની આગાહી કરવામાં આવી છે..



















