Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન
ABP Network ના પાંચમા Ideas of India Summit નો પ્રારંભ થયો છે. એડિટર ઇન ચીફ અતિદેવ સરકારે દીપપ્રાગટ્ય કર્યું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે આજે વિશ્વ વ્યવસ્થા બદલાઈ રહી છે.
એબીપી નેટવર્કના એડિટર ઇન ચીફ અતિદેવ સરકારે આઇડિયાઝ ઓફ ઇન્ડિયા સમિટને સંબોધતા જણાવ્યું કે, ભારત દુનિયામાં અત્યારે યુદ્ધ અને ટેરિફની વચ્ચે ભારતની મોટી અને મહત્વની ભૂમિકા છે. યુદ્ધ અને ટેરિફની વચ્ચે ભારત ગ્લૉબલ ટ્રેડથી ગ્લૉબલ પાવર બનીને ઉભરશે. ભારતે યુદ્ધ અને જકાતને કેવી રીતે સંતુલિત કરી તે મહત્વનું છે. દુનિયામાં અત્યારે રશિયા અને યુરોપ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે, ભારત સામે ખાસ કરીને ચીન અને તેના વર્ચસ્વ વિરુદ્ધ પડકારો છે. ભારતે રાષ્ટ્રીય હિતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને ખાસ કરીને તેમાં આર્થિક હિતો પહેલા છે. ભારતે સંવેદનશીલ ઉદ્યોગોમાં રોકાણ કરવું જોઈએ. EU સાથે વેપાર કરાર અને ભારત માટે ફાયદાકારક છે. ભારત અને પડોશી દેશો મહત્વના છે. હાલમાં ભારતે તેની રાષ્ટ્રીય સુરક્ષા અને યુદ્ધ, ટેરિફ અને વિશ્વની અસ્થિર પરિસ્થિતિ વચ્ચેનું મહત્વપૂર્ણ સંતુલન બેસાડ્યુ છે. ઉલ્લેખનીય છે કે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારત એકમાત્ર એવી મોટી શક્તિ હતી જેણે કોઈ પણ સાર્વભૌમ શક્તિ સાથે જોડાણ કર્યું ન હતું.

















