Delhi Air Pollution : દિવાળી પર દિલ્લીની હવા બની ઝેરીલી, દિલ્લીમાં ગ્રૈપ-2ના પ્રતિબંધો કરાયા લાગૂ
દિવાળીના તહેવાર પર દેશની રાજધાની દિલ્લી જાણે ગેસ ચેમ્બર બની ગઈ..દિવાળીની ઉજવણી પૂર્વે જ દિલ્લી-NCRમાં પ્રદૂષણનો કેર શરૂ થઇ ગયો. એર ક્વોલિટી ઇન્ડેક્સ એક્યૂઆઇ 300ને પાર પહોંચ્યો.જેને ખરાબ સ્થિતિની કેટેગરી માનવામાં આવે છે. દરરોજ એક્યૂઆઇ વધી રહ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ દિવાળી બાદ દિલ્લીનું પ્રદૂષણ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા. જ્યારે પંજાબમાં પરાળી સળગાવવાની 241 ઘટના સામે આવી છે.પ્રદૂષણ વધતા જ દિલ્લીમાં ગ્રેપ ટૂના હેઠળ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના તમામ નિયમો તાત્કાલીક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા..બીજા સ્ટેજમાં રોડ પર વાહનોની સંખ્યા ઘટાડવી, નિર્માણ કાર્યો અટકાવવા, ધુળ અને ધુમાડાને ઘટાડવા પ્રયાસ કરવો વગેરે ઉપાયો સામેલ છે. આ સાથે જ વૃદ્ધો બાળકો અને શ્વાસની બીમારી હોય તેમને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
















