H1B Visa News : અમેરિકામાં કરિયર બનાવવા માગતા ભારતીયો માટે ખુશીના સમાચાર
H1B Visa News : અમેરિકામાં કરિયર બનાવવા માગતા ભારતીયો માટે ખુશીના સમાચાર
અમેરિકામાં કરિયર બનાવવાનું સપનું જોતા હજારો ભારતીય પ્રોફેશનલ્સ અને વૈશ્વિક ટેક કંપનીઓ માટે રાહતના સમાચાર. અમેરિકામાં ફેડરલ કોર્ટે એચ-1 બી વિઝાની એક લાખ ડોલર ફી ગેરકાયદે ગણાવી ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક ઝટકો આપ્યો છે. બોસ્ટનની એક કોર્ટે નવી H-1B અરજીઓ પર વધારાની એક લાખ ડોલર લાદવાની યોજનાને રદ કરી દીધી છે અને તેને ગેરકાયદેસર જાહેર કરી છે. કોર્ટે ચુકાદો આપ્યો છે કે રાષ્ટ્રપતિ પાસે આટલી મોટી ફી લાગુ કરવાનો અધિકાર નથી. આ માટે અમેરિકન સંસદની મંજૂરી જરૂરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે સપ્ટેમ્બર મહિનામાં આ ફી વધારાની જાહેરાત કરી હતી. આ ફેરફાર પહેલા અમેરિકી કંપનીઓને H-1B વિઝા સંબંધિત પ્રક્રિયા માટે સામાન્ય રીતે બે હજાર ડોલરથી પાંચ હજાર ડોલરની વચ્ચે ફી ચૂકવવી પડતી હતી. H-1B વિઝા પ્રોગ્રામ એ ભારતીય આઈટી વ્યાવસાયિકો, એન્જિનિયરો, હેલ્થકેર વર્કર્સ અને ફાઇનાન્સ એક્સપર્ટ્સ માટે અમેરિકામાં કામ કરવાનો સૌથી મોટો અને મહત્વનો માર્ગ છે. દર વર્ષે કુલ 65 હજાર નિયમિત H-1B વિઝા આપે છે. જ્યારે અન્ય 20 હજાર વિઝા અમેરિકન સંસ્થાઓમાંથી ઉચ્ચ ડિગ્રી મેળવનારાઓ માટે અનામત હોય છે. ત્યારે કોર્ટના આ નિર્ણયથી ભારતીય ટેક પ્રોફેશનલ્સને રાહત મળશે.






















