Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ, શાળા-કોલેજોમાં રજા જાહેર

Continues below advertisement

Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ, શાળા-કોલેજોમાં રજા જાહેર

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત. નાલાસોપારા રેલવે સ્ટેશનની સાથે સાથે રેલવે ટ્રેક પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. ટ્રેક પર કમર સુધીના પાણી ભરાઈ જવાના કારણે સુરક્ષાના પગલે લોકલ ટ્રેનોની અવરજવર અટકાવી દેવી પડી. આજે સપ્તાહનો પ્રથમ દિવસ હોવાથી સવાર-સવારમાં મોટી સંખ્યામાં લોકો ઓફિસ , દુકાનો અને જરૂરી કામકાજ માટે ઘરોથી બહાર નીકળ્યા હતા. પરંતુ રસ્તાઓ પર થયેલા ભારે જળબંબાકારે તેમની મુસાફરી અધવચ્ચે જ અટકાવી દીધી. નાલાસોપારાના મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ સર્જાતાં વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો.

મહારાષ્ટ્રમાં અત્યારે ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું. મુંબઈમાં વરસાદ વચ્ચે આજે બપોરે 3 વાગ્યાને 41 મિનિટે 'હાઈ ટાઈડ' નું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાં દરિયામાં 3 મીટરથી વધુ ઊંચા મોજા ઉછળવાની આશંકા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુંબઈ, નવી મુંબઈ, થાણે, ભિવંડી અને પાલઘરમાં આજે તમામ સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. મુંબઈ, પુણે, સાતારા, રાયગઢ, કોલ્હાપુર અને સિંધુદુર્ગમાં સ્થિતિ વધુ નાજુક બની શકે છે, અહીં માટે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે થાણે, પાલઘર, રત્નાગિરી, નાસિક અને અહમદનગરમાં 'ઓરેન્જ એલર્ટ' છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola