Andhra Pradesh News : વિશાખાપટ્ટનમના સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, 8 કામદારોના મોત
Andhra Pradesh News : વિશાખાપટ્ટનમના સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, 8 કામદારોના મોત
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના...પ્લાન્ટમાં પીગળેલા લોખંડ ફેલાઈ જવાથી આઠ કામદારોના મોત થયા....જ્યારે ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા....દુર્ઘટના એ સમયે બની... જ્યારે ક્રેનની મદદથી બકેટમાં પીગળેલા લોખંડ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યો હતો.....પીગળેલું લોખંડ બકેટમાંથી છલકાઈને કામદારો પર પડ્યું... દુર્ઘટના સમયે પીગળેલા લોખંડનું તાપમાન આશરે 1600 ડિગ્રી સેલ્સિયસ હતું....ઘટના બાદ પ્લાંટમાં નાસભાગ મચી ગઈ...રાહત અને બચાવદળે તુરંત ઘાયલોને સુરક્ષિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા...પીએમ મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું....મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી..અને ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરી... જુઓ સંપૂર્ણ અહેવાલ.





















