Bengaluru Stampede: RCBના માર્કેટિંગ હેડ નિખિલ સોસલેની કરાઈ ધરપકડ, જુઓ વીડિયોમાં
Bengaluru Stampede: RCBના માર્કેટિંગ હેડ નિખિલ સોસલેની કરાઈ ધરપકડ, જુઓ વીડિયોમાં
બેંગલુરુ ભાગદોડ કેસમાં RCBના માર્કેટિંગ હેડ નિખિલ સોસલેની ધરપકડ કરવામાં આવી છે.. બુધવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડના કેસમાં પોલીસે IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વિરુદ્ધ કેસ નોંધ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ઇવેન્ટ કંપની DNA નેટવર્ક્સ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન વિરુદ્ધ કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે.
પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 (જીવ લેવા જેવો ગુનો છે, પરંતુ હત્યા નહીં), કલમ 125(12) (અન્ય લોકોના જીવન અથવા વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકવી), કલમ 142 (ગેરકાયદેસર સભા), કલમ 121 (ગુનામાં ઉશ્કેરણીની ભૂમિકા) અને કલમ 190 (ગેરકાયદેસર સભાના સભ્ય દ્વારા કરવામાં આવેલા ગુનાઓ માટે જવાબદારી) હેઠળ FIR નોંધી છે.





















