Asha Bhosle Passes Away : જાણીતા ગાયિકા આશા ભોંસલેનું નિધન, 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
હિન્દી સિનેમા જગતમાંથી એક ખૂબ જ દુખદ સમાચાર સામે આવ્યા છે. સૂરોની મલ્લિકા અને દિગ્ગજ ગાયિકા આશા ભોસલે હવે આપણી વચ્ચે રહ્યા નથી. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આશા ભોસલેએ અંતિમ શ્વાસ લીધા હતા. ગાયિકાના નિધનના સમાચાર સામે આવતા જ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સેલેબ્સ અને ચાહકોની આંખો નમ છે.
મલ્ટી-ઓર્ગન ફેલ્યોરના કારણે આશાજીનું નિધન થયું
આશા ભોસલેના નિધન પર ડો. પ્રતીત સમદાનીએ જણાવ્યું, આ ખૂબ જ દુઃખદ છે કે આશા ભોસલેજીનું આજે નિધન થયું. તેમને ઘણી તબીબી સમસ્યાઓ હતી અને મલ્ટી-ઓર્ગન ફેલ્યોરને કારણે તેમનું નિધન થયું. તેમણે વધુમાં કહ્યું કે, અત્યંત થાક અને છાતીમાં ઈન્ફેક્શનને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર (શરીરના વિવિધ પ્રકારના અંગો કામ કરતા બંધ થઈ જવા) થવાને કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.





















